મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

ટંકારાના વીરપર પાસે આઇસર ચાલકે બોલેરોને ટક્કર મારતા બે યુવાનને ઇજા: એકનો પગ કાપવો પડ્યો


SHARE





ટંકારા મોરબી હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસેથી બોલેરો ગાડી પસાર થઈ હતી ત્યારે આઇસરના ચાલાકે તેને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો જે બનાવમાં બોલેરોમાં બેઠેલા ડ્રાોઇવર સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જે પૈકીના એક યુવાનને ગંભીરતા હોવાથી તેનો જમણો પગ કાપવો પડ્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં આવેલ રામાપીર ચોકડી રૈયાધાર બંસીધર-1ખાતે રહેતા આદિલ ભુપતભાઈ બાબરીયા (21) નામના યુવાને આઇસર નંબર જીજે 36 ટી 5310 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે બોલેરો ગાડી નંબર જીજે 10 ટીએક્સ 6850 જે દિલીપભાઈ ની ગાડી છે અને તે ગાડીમાં દિલીપભાઈ તથા ફરિયાદી બંને ટંકારા તાલુકાના વીરપર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇસરના ચાલકે તેઓની બોલેરો ગાડીને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને ફરિયાદી યુવાનને ડાબા પગમાં ફ્રેક્ચર અને જમણો પગ કાપવો પડે તેવી ગંભીર ઈજા કરી છે તથા દિલીપભાઈ ને પણ શરીરે મુંઢ ઇજાઓ કરેલ છે જેથી ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News