ટંકારાના વીરપર પાસે આઇસર ચાલકે બોલેરોને ટક્કર મારતા બે યુવાનને ઇજા: એકનો પગ કાપવો પડ્યો
મોરબીમાં પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થતા યુવાને ન કરવાનું કરી નાખ્યુ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1736654271.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડે પોલો સર્કલ પાસે આવેલ કારખાનાના લેબર કવાર્ટરની અંદર યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર પોલો સર્કલ પાસે આવેલ ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો અનિલભાઈ ગોપાલભાઈ (30) નામનો યુવાન લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈ શિવલાલભાઈ ગોપાલભાઈ (32) રહે. મૂળ મધ્ય પ્રદેશ હાલ રહે મોટો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં સરતાનપર રોડ ઉપર મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેના પત્ની સાથે નાની નાની બાબતોમાં બોલાચાલી ઝઘડો થતો હતો જેથી તેને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)