મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

મોરબીના ગાળા ગામ પાસે મહિલાને સાથે રહેવા દબાણ કરીને પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો


SHARE





મોરબીના ગાળા ગામ પાસે મહિલાને સાથે રહેવા દબાણ કરીને પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો

મોરબીના ગાળા ગામના પાટીયા પાસેથી મહિલા પસાર થઈ રહી હતી ત્યારે તેના પૂર્વ પતિએ તે મહિલાને પોતાની સાથે રહેવા માટે દબાણ કર્યું હતું ત્યારે મહિલાએ તેની સાથે રહેવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો જેથી જા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગાય ગયા અને ત્યારબાદ મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરમા આવેલ કુલીનગરમાં રહેતા હનીફાબેન સદુભાઈ જેડા (30) નામની મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પૂર્વ પતિ અબ્બાસ અબ્દુલભાઈ બુચડ રહે. હાલ માળીયા મીયાણા મૂળ રહે શેખપીરના ઢોરા પાસે અંજાર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે સર્વિસ રોડ ઉપર મહિલા જઈ રહી હતી ત્યારે તેના ઉપર તેના પૂર્વ પતિએ છરી વડે હુમલો કર્યો હતો જેથી ફરિયાદીને માથાના ભાગે ઇજા થયેલ હતી અને ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા વધુમાં ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી અબ્બાસ બુચડ મહિલાનો પૂર્વ પતિ છે અને તે બંનેને છૂટાછેડા થઈ જતા ફરીયાદી મહિલાએ બીજા લગ્ન કર્યા હતા અને ફરિયાદીના પતિ ગુજરી જતા આરોપી અબ્બાસ બુચડે ફરિયાદીને પોતાની સાથે રહેવા માટે દબાણ કર્યું હતું અને ફરિયાદીતેની સાથે રહેવાની ના પાડી દીધી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ફરિયાદીને માથાના ભાગે શેરી મારીને ઇજા કરી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પૂર્વ પતિ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News