મોરબીમાં ઘરમાંથી પ્રતિબંધિત 17 ચાઈનીઝ ફિરકી સાથે એકની ધરપકડ
SHARE









મોરબીમાં ઘરમાંથી પ્રતિબંધિત 17 ચાઈનીઝ ફિરકી સાથે એકની ધરપકડ
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરાના રહેણાંક મકાનમાં એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધિત 17 ચાઈનીઝ ફિરકી મળી આવી હતી જેથી કરીને પોલીસે 11050 ની કિંમતનો મુમદાબાદ કરજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં પોલીસે રેડ કરીને અગાઉ પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકીના જથ્થાને પકડ્યા છે તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે મોરબીના રોડ ઉપર આવેલ મફતીયાપરામાં રહેતા દિનેશ ડાભીના રહેણાંક મકાનમાં ચાઈનીઝ ફીરકી હોવાની હકીકત આધારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધિત 17 ચાઈનીઝ ફીરકી મળી આવી હતી જેથી પોલીસે 11050 ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી દિનેશ તુલસીભાઈ ડાભી (38) રહે. શોભેસ્વાર રોડ મફતિયાપરા મોરબી વાળા સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેની પાસેથી મળી આવેલ ચાઈનીઝ ફીરકી તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર ગામ પાસે આવેલ બોનીપાર્ક વિસ્તારમાં રહેતો સાગર લક્ષ્મણભાઈ પટેલ (34) નામનો યુવાન ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ ગુરુ ગોવિંદ શોરૂમ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના મકનસર ગામ પાસે રાધે મોજેક નામના કારખાના પાસે રહેતા જયેશ પ્રેમજીનંદા સિયા (19) નામના યુવાનને તેના ઘર પાસે શેરીમાં મારામારી થઈ હતી તે બનાવમાં માથામાં અને ગાલ ઉપર ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસણે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
