મોરબી: રવિ સીઝન ૨૦૨૫-૨૬ માં ઘઉંની પ્રતિ ક્વી. ૨,૪૨૬ રૂપિયાના ટેકાના ભાવે સરકાર ખરીદી કરાશે
મોરબીના ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ખાખરેચી પાંજરાપોળ માટે 33 હજારનો ફાળો એકત્રિત કરાયો
SHARE









મોરબીના ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ખાખરેચી પાંજરાપોળ માટે 33 હજારનો ફાળો એકત્રિત કરાયો
ખાખરેચી પાંજરાપોળમાં રહેલી 1000 જેટલી ગૌમાતાના ઘાસચારા અને નિભાવ ખર્ચ માટે ખાખરેચી પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા શ્રી ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી સેવાકીય સ્ટોલ રાખવામાં આવ્યો હતો જેમાં વટેમાર્ગુઓ દ્વારા મકરસંક્રાંતિ પર્વના પવિત્ર દિવસે ગૌમાતાના ઘાસચારા માટે દાન આપીને પુણ્યનું ભાથું બાંધી આશીર્વાદ લીધા હતા અને આ સેવાકીય પ્રોજેક્ટમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો ચંદ્રેશભાઇ અઘારા, સુનીલભાઈ પટેલ બીજા સેવાભાવી સભ્યો દિલીપભાઈ કૈલા, ગણેશભાઈ કારોરીયા તથા પડસુબિયાભાઈ સવારના 8:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી હાજર રહ્યા હતા અને આ સ્ટોલ ઉપરથી 33000 જેટલી રકમ એકત્રિત કરવામાં આવી હતી તે રકમ ખાખરેચી પાંજરાપોળમાં આપવામાં આવી હતી તેવી માહિતી ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ ટી.સી.ફુલતરિયાએ આપેલ છે.
