મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ સાથે લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
ટંકારાના હરબટીયાળી નજીક મૃત ગાય સાથે કાર અથડાતાં અકસ્માત: બે મહિલા સહિત ત્રણને ઇજા
SHARE
ટંકારાના હરબટીયાળી નજીક મૃત ગાય સાથે કાર અથડાતાં અકસ્માત: બે મહિલા સહિત ત્રણને ઇજા
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ નજીક મૃત ગાય સાથે કાર અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ ત્રણ વ્યક્તિઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના રહેવાસી મનસુખભાઈ રવજીભાઈ પટેલ (63), ગાંધીનગરના રહેવાસી મંજુલાબેન ગિરધરભાઈ પટેલ (68) અને અમદાવાદના રહેવાસી પ્રિયંકાબેન જયભાઈ માંડલીયા (30) નામના ત્રણેય વ્યક્તિઓ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસેથી કારમાં જઈ રહ્યા હતા ત્યારે મૃત ગાય સાથે કાર અથડાઈ હતી જેથી અકસ્માત થયેલ હતો જે બનાવમાં ત્રણેયને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવની મોરબીથી ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
દવા પી જતાં સારવારમાં
હળવદ તાલુકાના કીડી ગામે રહેતા સુજીત અમૃતભાઈ ચાવડા (28) નામનો યુવાન વાડીએ કોઈ અગમ્ય કારણોસર અજાણી દવા પી જતા તેને હળવદ સારવાર માટે લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટની પાછળના ભાગમાં આવેલ શિવ સોસાયટીમાં મારામારીનો બનાવવાની હતો જેમાં અવેશ આસિફા છાણિયા (24), ઈસ્માઈલ અહેમદ ચાનિયા (43) અને જાહિદ ગફાર ચાનિયા (17) નામના ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી