ટંકારાના હરબટીયાળી નજીક મૃત ગાય સાથે કાર અથડાતાં અકસ્માત: બે મહિલા સહિત ત્રણને ઇજા
મોરબી નજીકથી સગીરાનુ અપહરણ, ગુનો નોંધાતા પોલીસ તપાસ શરૂ
SHARE








મોરબી નજીકથી સગીરાનુ અપહરણ, ગુનો નોંધાતા પોલીસ તપાસ શરૂ
મૂળ જૂનાગઢ જિલ્લાના અને હાલ મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીનું તે કારખાનામાં જ સાથે મજૂરી કામ કરતો મૂળ બનાસકાંઠાનો શખ્સ લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરી ગયો હોવાનું સામે આવતા ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેથી કરીને પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આરોપીને પકડવા અને સગીરાને શોધવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
મોરબી પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ જૂનાગઢના કેશોદ તાલુકાના વતની અને હાલ મોરબીના શનાળા ગામ પાસે રાજપર રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે સાથે કામ કરતો વિક્રમ ઉર્ફે વિપુલ હેમજીભાઈ પરમાર મૂળ રહે.સણાવીયા તા.થરાદ જી.બનાસકાંઠા હાલ રહે.મોરબી વાળો અપહરણ કરી ગયો છે.જેથી કરીને ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી હતી.જેથી હાલ પીઆઇ હકુમતસિંહ જાડેજા દ્વારા આ બાબતે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને ભોગ બનેલ સગીરાને શોધવા તથા આરોપી વિક્રમ પરમારને પકડવા માટે આગળના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આધેડ સારવારમાં
મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા હીરાભાઈ મૂળજીભાઈ પરમાર નામના ૫૧ વર્ષના આધેડને ૧૦૮ વડે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.વધુમાં તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે નશાની હાલતમાં પડી જવાથી તેઓને ઈજા થઈ હતી.જેથી સારવાર માટે હાલ દવાખાને ખસેડવામાં આવ્યા છે.જ્યારે મોરબીના સામાકાંઠે યોગીનગર વિસ્તારમાં રહેતા પીન્ટુભાઇ જગરૂભાઈ સાલે (ઉમર ૩૬) નામના યુવાનને લખધીરપુર રોડ ઉપર આવેલ શુભ કંપનીમાં મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી સિવિલે સારવાર માટે ખસેડાયો હતો અને જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના જીલુભાઇ ગોગરા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો પ્રકાશ મનસુખભાઈ મકવાણા નામનો ૨૪ વર્ષનો યુવાન ધરમપુર ગામના પાટીયા પાસેથી પસાર થતો હતો.ત્યાં કોઈ અજાણી રિક્ષા સાથે તેને અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે આયુષ હોસ્પિટલએ ખસેડાયો હતો. બનાવની હોસ્પિટલ તરફથી પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના સી.કે.પઢિયાર દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઇજાઓ થતા અરવિંદ સુરેશભાઈ પાલ હાલ રહે.મોરબી મૂળ રહે. બરનાવ કાનપુર વાળાને ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે હોસ્પિટલએ લઈ જવામાં આવ્યો હતો.
