મોરબીમાં જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીની ૭૨૫ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે
ટંકારા નજીક ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનોના મોત, એક સારવારમાં
SHARE
ટંકારા નજીક ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનોના મોત, એક સારવારમાં
ટંકારા મોરબી હાઇવે રોડ ઉપર પેટ્રોલ પંપ સામે ત્રીપલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈક ઉપર જઇ રહેતા ત્રણ પૈકીના બે યુવાનોના મોત નિપજ્યા હતા અને એક યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવારમાં લઇ જવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા મોરબી હાઇવે રોડ ઉપર ટંકારા નજીક આવેલ પેટ્રોલ પંપ પાસેથી બપોરના સમયે ત્રિપલ સવારી બાઈક પસાર થઈ રહ્યુ હતુ ત્યારે તે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા ત્રણ પૈકીના બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને એક યુવાનને ગંભીર ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન ઘટના સ્થળ પર છોડીને નાસી ગયો હોવાનું જાણવા મળે છે.
આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતકમાં શાહમદાર કમાલશા મહમદશા (19) રહે હરબટીયાળી અને શાહમદાર ઈરફાનશા હુશેનશા (24) રહે. ભવાની ચોક મોરબી વાળાનો સમાવેશ થાય છે અને ઈજા પામેલ યુવાન અફઝલ ફિરોજભાઈ સરવદી રહે. લીલાપર મોરબી વાળાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે અને ટંકારા પોલીસે બનાવની નોંધ કરીને ફરીયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે