મોરબીમાં માતાજીનાં દર્શને આવી રહેલ યુવાન સાથે બાઈકના ઓવરટેક બાબતે બોલાચાલી કરીને અજાણ્યા શખ્સે છરીના ચાર ઘા ઝીકયા
SHARE
મોરબીમાં માતાજીનાં દર્શને આવી રહેલ યુવાન સાથે બાઈકના ઓવરટેક બાબતે બોલાચાલી કરીને અજાણ્યા શખ્સે છરીના ચાર ઘા ઝીકયા
સુરજબારી નજીક મીઠાના અગરમાં કામ કરતા ત્રણ પિતરાઈ ભાઈઓ બાઈક ઉપર મોરબી માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સે બાઈકનો ઓવરટેક કેમ કર્યો તેમ કહીને આ ત્રણેય ભાઇઓની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ એક યુવાનને છરીના ચાર ઘા ઝીકિ દીધા હતા જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ સૂરજબારી રોડ ઉપર આવેલ મીઠાના અગરમાં રહેતા અને કામ કરતા પરિવારના મુકેશભાઈ બાબાભાઈ અખીયાણી (19) નામના યુવાનને છરીના ચાર ઘા ઝીંકવામાં આવ્યા હતા જેથી કરીને ઈજા પામેલા હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં ઇજા પામેલા યુવાન મુકેશભાઈના ભાઈ રાહુલ અખીયાણી સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે તેઓ બંને ભાઈ તથા તેના કાકાનો દીકરો કનુ ત્રણેય બાઈક ઉપર સુરજબારીથી મોરબી ધક્કા વાળી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં માળિયા નજીક ઓવરબ્રિજ પાસે અજાણ્યા બાઈક ચાલકે તેના બાઈકનો ઓવરટેક કરતા કેમ બાઈકનો ઓવર ટેક કર્યો તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ મુકેશભાઈને પીઠના ભાગે એક અને બાવળાના ભાગે ત્રણ આમ કુલ મળીને છરીના ચાર ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા લાભશંકર રામજીભાઈ (37) નામનો યુવાન બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ધમલપર ચોકડી પાસે તેના બાઈક સાથે બીજું બાઇક અથડાયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
ગળાફાંસો યુવાન સારવારમાં
થાન તાલુકાના વરમાધાર વિસ્તારમાં રહેતા રણજીતભાઈ રમેશભાઈ બાવળીયા (18) નામના યુવાનને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે વાડી નજીક ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.