મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી ઓમશાંતિ વિદ્યાલયના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE





મોરબી ઓમશાંતિ વિદ્યાલયના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં અગ્રણી શૈક્ષણિક સંસ્થા જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ શાંતિ વિદ્યાલયમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ટી.ડી.પટેલ, બાબુભાઈ પટેલ, પ્રિન્સિપાલ સંજયભાઇ વીરડિયા અને વાઈસ પ્રિન્સિપાલ મિલાપભાઈ શુક્લની ગરિમામય હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળા દ્વારા ચલાવવામાં આવતા વિશેષ સેવાકીય પ્રોજેક્ટ સ્કૂલ ઓન વ્હીલ્સની વિશેષ નોંધ લેવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાની બસ દરરોજ ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં જઈ વંચિત બાળકોને સ્થળ પર જ શિક્ષણ પૂરું પાડે છે અને બાળકોને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે. આ પ્રોજેક્ટની બે તેજસ્વી (સુપર ટેલેન્ટ) બાળાઓને મહાનુભાવોના હસ્તે ખાસ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે શાળાના શ્રેષ્ઠ શિક્ષકો મિલાપભાઈ શુક્લ તથા અલ્પાબેન ગોસ્વામીને તેમની પ્રશંસનીય કામગીરી બદલ ચેક અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, વિવિધ શ્રેણીમાં અવ્વલ રહેલા તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર, શિલ્ડ અને મનપસંદ ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા ખાસ કરીને આ શાળામાં નિયમિત હોમવર્ક કરતાં ૧૦૦ વિદ્યાર્થીઓ, હાજરીમાં નિયમિતત માટે ૯૭ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક ક્રમાંક (રેન્કર્સ) માટે ૧૦૦ વિદ્યાર્થીઓ આમ કુલ મળીને ૨૯૭ વિધાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા અને શાળાના ટ્રસ્ટીગણ તેમજ આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.




Latest News