મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે ખાડા, સ્ટ્રીટ લાઇટ અને ગટરના પ્રશ્નો ઉલેકવા માટે મુખાયમંત્રીને કરી રજૂઆત  


SHARE





મોરબીના બાયપાસ રોડે ખાડા, સ્ટ્રીટ લાઇટ અને ગટરના પ્રશ્નો ઉલેકવા માટે મુખાયમંત્રીને કરી રજૂઆત  

મોરબીના બાયપાસ રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય છે અને સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે આટલું જ નહીં ત્યાં ગટર ઉભરવાની પણ સમસ્યા છે તો પણ મનપા દ્વારા કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને આપના મોરબીમાં રહેતા પ્રદેશન આગેવાન દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. અને જો રજૂઆતને ધ્યાને લઈને કામ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.  

આમ આદમી પાર્ટીના પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, મોરબીનો બાયપાસ રોડ કે જે નેશનલ હાઇવેથી શનાળા પાસે રાજકોટ રોડને જોડે છે. તે ખુબજ ખરાબ સ્થિતિમા છે. રોડ પર મસમોટા ખાડાઓ પડેલ છે. જાણે કે રોડમા ખાડા નહી પણ ખાડામાં રોડ હોય તેવી સ્થિતિ છે. અને ગટરના તૂટેલા ઢાંકણા અને ગટર ઉભરાવાના બનાવો તો દરરોજ બનતા હોય છે. લોકો જાણે કે નર્કમાથી પસાર થતા હોય તેવું અનુભવી રહ્યા છે, અને ત્યાં ટ્રાફિકનો પણ પ્રશ્ન રહે છે. અને થોડા સમય પહેલા ફિટ કરવામાં આવેલ સ્ટ્રીટ લાઈટો ચાર દિવસમાં જ બંધ થઈ ગઈ છે. અને તેના માટે રજૂઆત કરીએ તો ચલચલાણું જેવા જવાબો આપવામાં આવેલ છે. જેથી બાયપાસ રોડ ઉપર ખાડા સહિતની સંસ્યાઓમાંથી લોકોને મુક્તિ અપાવવામાં આવે તે જરૂરી છે અને જો કામ નહીં કરવામાં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો  કરવામાં આવશે.




Latest News