ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી નજીક રસ્તા ઉપર યુવાનને કચડી નાખનારા ટ્રક ચાલકને પકડવા માટે શોધખોળ


SHARE













મોરબી નજીક રસ્તા ઉપર યુવાનને કચડી નાખનારા ટ્રક ચાલકને પકડવા માટે શોધખોળ

મોરબી-હળવદ રોડ ઉપર આવેલા ઘુંટું ગામની પાસે ગૌશાળા નજીક બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઘટના સ્થળે જ હળવદના દલવાડી યુવાનનું મોત નિપજ્યુ હતું જે બનાવમાં મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં હળવદ ખારીવાડી વિસ્તારમાં રહેતા ચતુરભાઇ માવજીભાઇ દલવાડી (64)એ ટ્રક નંબર જીજે 12 બીટી 8842 ના ચાલકની સામે ફરિયાદ કાર્લ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટું ગામે તપોવન ગૌશાળાની સામેથી બાઇક નંબર જીજે 36 એચ 2388 લઈને તેનો દીકરો રાજેશ ચતુરભાઈ દલવાડી (34) રહે. હળવદ વાળો જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના દીકરાને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી ટ્રક ચાલકને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News