મોરબીની પાવળીયારી કેનાલ પાસે તલાવડીના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબીની પાવળીયારી કેનાલ પાસે તલાવડીના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં પાવળીયારી કેનાલ નજીક આવેલ તલાવડીમાં કોઈપણ કારણોસર ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજને તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતો પંકજભાઈ મનસુખભાઈ પરમાર (24) નામનો યુવાન જસમતગઢ ગામની સીમમાં પાવળીયારી કેનાલ નજીક આવેલ સ્ટેન્જન સીરામીક તથા સાંકેત સીરામીકની પાછળના ભાગમાં પાણી ભરેલ તલાવડીમાં કોઈપણ કારણોસર પડી જતાં તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની ભાવિકભાઈ જેઠાભાઇ પરમાર (29) રહે. જેતપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.પી. જાડેજા દ્વારા કરવામાં આવી હતી