મોરબીની પાવળીયારી કેનાલ પાસે તલાવડીના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબીના ટિંબડી નજીક ખેતરની ઓરડીમાંથી 191 બોટલ દારૂ-24 બિયરના ટીન સાથે એકની ધરપકડ, માલ મંગાવનારની શોધખોળ
SHARE
મોરબીના ટિંબડી નજીક ખેતરની ઓરડીમાંથી 191 બોટલ દારૂ-24 બિયરના ટીન સાથે એકની ધરપકડ, માલ મંગાવનારની શોધખોળ
મોરબી તાલુકાના ટિંબડી ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 191 બોટલો તેમજ 24 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી 49,643 રૂપિયાની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે જોકે, હાલમાં બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના ટિંબડી ગામની સીમમાં જગદીશભાઈ ભગવાનજીભાઈ પટેલ રહે. ટિંબડી વાળાના મોરબી માળિયા હાઇવે રોડ નજીક આવેલ ખેતરની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 191 બોટલો તથા બિયરના 24 ટીન મળી આવી હતી જેથી કરીને પોલીસે 49,643 રૂપિયાની કિંમતમાં દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી અંકુર રમેશભાઈ ગણેશિયા (25) રહે. ગણેશનગર પાટીદાર ટાઉનશીપ પાછળ ટિંબડી વાળાની ધરપકડ કરી હતી અને પ્રાથમિક તપાસમાં આ દારૂ બિયરનો જથ્થો રાજુ ઉડેચા રહે. રાણેકપર તાલુકો હળવદ વાળાએ મંગાવી જગદીશભાઈ પટેલના ખેતરની ઓરડીમાં મૂક્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને અંકુર ગણેશિયા, રાજુ ઉડેચા તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને વધુ તપાસ એસ.વી.સોલંકી ચલાવી રહ્યા છે