વાંકાનેરમાં માવતરના ઘરે પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE







વાંકાનેરમાં માવતરના ઘરે પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત
વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી દિગ્વિજયનગરમાં રહેતા પિતાના ઘરે આવેલ દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ તાલુકાના માલીયાસણ ગામે રહેતા મમતાબેન પ્રદીપભાઈ વઘેરા (22) નામની પરણીતા વાંકાનેર શહેરમાં પેડક સોસાયટી દિગ્વિજયનગર ખાતે રહેતા તેના પિતા અશોકભાઈ મોહનભાઈ પરમારના ઘરે આવેલ હતી અને ત્યાં કોઈ અગમ્ય કારણોસર તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી પરણીતાનું મોત નીપજયું હતું. અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની તપાસ પીએસઆઇ જે.એલ.ઝાલા ચલાવી રહ્યા છે અને મૃતક પરણીતાનો લગ્ન ગાળો 11 મહિનાનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.
