ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી નજીક ખેતરની ઓરડીમાંથી 191 બોટલ દારૂ-24 બિયરના ટીન સાથે એકની ધરપકડ, માલ મંગાવનારની શોધખોળ


SHARE













મોરબીના ટિંબડી નજીક ખેતરની ઓરડીમાંથી 191 બોટલ દારૂ-24 બિયરના ટીન સાથે એકની ધરપકડ, માલ મંગાવનારની શોધખોળ

મોરબી તાલુકાના ટિંબડી ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 191 બોટલો તેમજ 24 બિયરના ટી મળી આવ્યા હતા જેથી 49,643 રૂપિયાની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે જોકે, હાલમાં બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના ટિંબડી ગામની સીમમાં જગદીશભાઈ ભગવાનજીભાઈ પટેલ રહે. ટિંબડી વાળાના મોરબી માળિયા હાઇવે રોડ નજીક આવેલ ખેતરની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 191 બોટલો તથા બિયરના 24 ટી મળી આવી હતી જેથી કરીને પોલીસે 49,643 રૂપિયાની કિંમતમાં દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી અંકુર રમેશભાઈ ગણેશિયા (25) રહે. ગણેશનગર પાટીદાર ટાઉનશીપ પાછળ ટિંબડી વાળાની ધરપકડ કરી હતી અને પ્રાથમિક તપાસમાં આ દારૂ બિયરનો જથ્થો રાજુ ઉડેચા રહે. રાણેકપર તાલુકો હળવદ વાળાએ મંગાવી જગદીશભાઈ પટેલના ખેતરની ઓરડીમાં મૂક્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને અંકુર ગણેશિયા, રાજુ ઉડેચા તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે અને વધુ તપાસ એસ.વી.સોલંકી ચલાવી રહ્યા છે






Latest News