મોરબીના અણીયારી ટોલનાકા નજીક વાહન અકસ્માતમાં અજાણ્યા વ્યક્તિનું મોત
હળવદમાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત
SHARE







હળવદમાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત
હળવદ શહેરમાં સ્વામિનારાયણ ચોક પાસે આવેલ સોનીવાડમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ શહેરમાં આવેલ લક્ષ્મીનારાયણ ચોક સોનીવાડમાં રહેતા નરેન્દ્રગીરી રમણીકગીરી ગોસાઈ (44) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના દીકરા હર્ષિલગીરી નરેન્દ્રગીરી ગોસાઈ (20) રહે. હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
