હળવદમાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત
ધીરજ ખૂટીને વિશ્વાસ ઉઠી ગયો !:મોરબીની પંચવટી સોસાયટીમાં પાણી માટે મહાપાલિકામાં મહિલા સહિતના લોકોની રામધૂન
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1737620816.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
ધીરજ ખૂટીને વિશ્વાસ ઉઠી ગયો !:મોરબીની પંચવટી સોસાયટીમાં પાણી માટે મહાપાલિકામાં મહિલા સહિતના લોકોની રામધૂન
મોરબીની પંચવટી સોસાયટીમાં રહેતા લોકોને નિયમિત અને પૂરત પ્રમાણમા પાણી મળતું નથી જેથી કરીને અહીના એક આધેડ દ્વારા તેમના ઘરના પાણીના ટાંકામાં બેસીને અનશન આંદોલન ગઇકાલથી શરૂ કરવામાં આવ્યું છે અને આજે તે સોસાયટીની મહિલાઓ સહિતના લોકો મહાપાલિકા કચેરીએ આવ્યા હતા અને પાણી આપોના પોકાર સાથે રામધૂન બોલાવી હતી ત્યારે બાદ અધિકારી સ્થળ ઉપર આવીને પ્રશ્નો કાયમી ધોરણે પાણીનો પ્રશ્ન ઉકેલાય તેના માટેની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી ત્યારે મામલો થાળે પડ્યો હતો.
મોરબી પાલિકામાંથી મહાપાલિકા બની ગયેલ છે જો કે, પ્રશ્નો આજની તારીખે જૂના હતા તે આજની તારીખે પણ ઊભા છે અને વર્ષોથી લોકો પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે હેરાન થાય છે ત્યારે હવે લોકોની ધીરજ ખૂટી છે અને તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને મોરબીમાં કન્યા છાત્રાલયની પાછળ આવેલ પંચવટી સોસાયટી -2 માં રહેતા ચેતનભાઈ મનસુખભાઈ ભીલાના ઘરે છેલ્લા 10 દિવસથી પાણી આવી રહ્યું નથી અને તેના માટે ગત તા. 13 પહેલી વખત અને તા. 20 ના રોજ બીજી વખત રજુઆત કરેલ હતી તો પણ પાણી મળે તે માટે નક્કર કામ મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી જેથી કરીને ગઇકાલથી તેઓએ પોતાના જ ઘરની અંદર રહેલ પાણીનો ટાંકો ખાલી છે તેની અંદર બેસીને અનશન કરી રહ્યા છે
જેથી કરીને આજે આ સોસાયટીની મહિલાઓ સહિતના લોકો મહાપાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને ત્યાં કમિશનર કે પછી અન્ય અધિકારી જે તે સમયે હાજર ન હતા જેથી કરીને રોષે ભરાયેલ મહિલાઓ સહિતના લોકોએ પાણી આપોના નારા લગાવ્યા હતા અને અધિકારી હાજર ન હોવાથી રામધૂન બોલાવી હતી આટલું જ નહીં ચેતનભાઈ મનસુખભાઈ ભીલા છેલ્લી 24 કલાકથી પાણી માટે અનશન ઉપર બેઠેલ છે જેથી આ પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાશે તેવી લેખિતમાં ખાતરી આપવાની માંગ કરી હતી જેથી ડેપ્યુટી કમિશ્નર કુલસીપસિંહ વાળાએ તાત્કાલિક સિટી ઇજનેરને સ્થળ ઉપર મોકલવામાં આવ્યા હતા અને સાંજ સુધીમાં પાણીનો પ્રશ્ન કયાર સુધીમાં અને કેવી રીતે ઉકેલાશે તેની લેખિતમાં બાહેંધરી આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)