મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ચાર શખ્સો સામે નોંધાયો ગુનો


SHARE









વાંકાનેરમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ચાર શખ્સો સામે નોંધાયો ગુનો

વાંકાનેરના મિલ પ્લોટમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને થોડા દિવસો પહેલા આપઘાત કર્યો હતો જે યુવાને મોબાઈલ ફોન લઈ લીધેલ છે તેવું કહીને તેને માર માર્યો હતો અને તેની પાસેથી મોબાઈલ લેવા માટે તેને દુખ ત્રાસ આપતા હતા જેથી તે યુવાને આપઘાત કર્યો હટો માટે મૃતક યુવાનના ભાઈએ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મિલ પ્લોટ અમરસિંહજી મીલ સામે હાઉસિંગમાં રહેતા કિરીટભાઈ રમેશભાઈ દલસાણીયા (37)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નરેશભાઈ ડાયાભાઈ ચાવડા, અભિભાઈ નરેશભાઈ ચાવડા, નરેશભાઈનો બીજો દીકરો તેમજ નરેશભાઈના બનેવીનો દીકરો આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેના ભાઈ ભાવેશભાઈએ આરોપીઓનો મોબાઇલ લઇ લીધેલ છે તેવું કહીને આરોપીઓએ ફરિયાદીના ભાઈને ગાળો આપી હતી અને ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ મોબાઈલ પાછો આપી દેવા દુઃખ ત્રાસ આપતા હતા જેથી ફરિયાદીના ભાઈને લાગી આવતા ભાવેશભાઈએ પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આમ યુવાનને મરવા માટે મજબૂર કર્યો હોવાની મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News