મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા ભારત માતા પુજન-આરતીનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં વિહિપ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા ભારત માતા પુજન-આરતીનો કાર્યક્રમ યોજાયો

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની મોરબી જિલ્લા, મોરબી પ્રખંડ તથા હળવદ પ્રખંડ દ્વારા ૨૬ જાન્યુઆરીના દિવસે ભારત માતા પુજન અને આરતી તેમજ સંવિધાન પૂજનના ચાર અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં વિહીપ બજરંગદળ મોરબી જિલ્લા દ્વારા સરદાર પટેલની નવા બસ સ્ટેન્ડ સામે આવેલ પ્રતિમા પાસે, મોરબી પ્રખંડ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજજીની પ્રતિમા પાસે, મોરબી જિલ્લા દુર્ગાવાહીનીની દિકરીઓ દ્વારા ચાલતા શકિત સાધના કેન્દ્ર ઉમા ટાઉનશીપમાં દીકરીઓને સંવિધાન વિશે સમજૂતી આપવામાં આવી હતી અને દેશ ભક્તિ ગીત કરાવામાં  આવ્યા હતા. તે ઉપરાંત હળવદ પ્રખંડમા સરા ચોકડી ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વ.જયંતિભાઈ મનજીભાઈ ધરોડિયા પુત્ર જીતુભાઈ ધરોડીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ તકે ગાયત્રી શક્તિપીઠના અશ્વિનભાઈ રાવલ, પ્રગનેશભાઈ પટેલ, ભાર્ગવભાઈ ધરોડિયા, મુનાભાઈ હેરમા, સવાલાલ, ભરતસિંહ, સુરૂભા, સમીરભાઈ દેવમુરારી, હડિયલભાઇ, રાહુલ જોબનપુત્રા અને સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થી મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.




Latest News