હળવદમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મિલકત ભાડે આપીને પોલીસને જાણ ન કરનાર 25 સામે કાર્યવાહી


SHARE







































મોરબી જિલ્લામાં મિલકત ભાડે આપીને પોલીસને જાણ ન કરનાર 25 સામે કાર્યવાહી

મોરબી જીલ્લામાં છેલ્લા દિવસોમાં એસએમસીની ટીમે બે ગોડાઉનમાંથી દારૂનો જથ્થો પકડાયો છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા હવે જિલ્લામાં ગોડાઉન સહિતની મિકલતોને ભાડે આપીને પોલીસને જાણ ન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ સીસીટીવી કેમેરા ન હોય અને સ્ટાફની માહિતી પોલીસને આપેલ ન હોય તેવા 25 અસામીઓ ગુના નોંધીને પોલીસે કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લામાં મિલકતો ભાડે આપે, પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખે તેની માહિતી પોલીસે આપવા માટે તેમજ સીસીટીવી કેમેરા લગાવવા માટે જાહેરનામાં સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવે છે જો કે તેની અમલવારી સમય અને સંજોગ મુજબ કરવામાં આવતી હોય છે. તાજેતરમાં એસએમસીની ટીમે જુદાજુદા વિસ્તારમાં બે ગોડાઉનમાંથી દારૂનો જથ્થો પકડાયો છે જેથી કરીને હવે સ્થાનિક પોલીસે ગોડાઉન સહિતની મિકલતોને ભાડે આપનારા, મજૂરોની માહિતી પોલીસને ન આપનારા તેમજ સીસીટીવી કેમેરા ન મૂકનારા આસામીઓ સામે ગુના નોંધવાનું ચાલુ કર્યું છે અને હાલમાં મોરબી તાલુકામાં 9, મોરબી બી ડિવિઝનમાં 6, મોરબી એ ડિવિઝનમાં 3, વાંકાનેર સીટીમાં 3, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 2 અને ટંકારા તાલુકામાં 1 ગુનો નોંધાયેલ છે અને આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ જ રાખવામા આવશે.
















Latest News