મોરબી જિલ્લામાં મિલકત ભાડે આપીને પોલીસને જાણ ન કરનાર 25 સામે કાર્યવાહી
દાદાનું બુલડોઝર જોરમાં: મોરબીના લખધીરપુર રોડે અંદાજે 150 થી વધુ દબાણોનો સફાયો, ત્રણ રોડના દબાણકારોનું હિટલિસ્ટ તૈયાર
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1738053203.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
દાદાનું બુલડોઝર જોરમાં: મોરબીના લખધીરપુર રોડે અંદાજે 150 થી વધુ દબાણોનો સફાયો, ત્રણ રોડના દબાણકારોનું હિટલિસ્ટ તૈયાર
મુખ્યમંત્રીના આદેશ મુજબ ગુજરાતમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી તાલુકામાં પણ હાલમાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે સરકારી બુલડોઝર ફરી રહ્યું છે અને ગેરકાયદેસર દબાણો તોડવામાં આવી રહ્યા છે ત્યારે આજે મોરબીના લખધીરપુર રોડ ઉપરથી સીધા હળવદ રોડ ઉપર જઈ શકાય તે પ્રકારનો પહોળો રોડ મંજૂર કરવામાં આવ્યો છે અને તે રોડની બંને બાજુએ જે દબાણ થઈ ગયા છે તે અંદાજે 150 થી વધુ દબાણ તોડવા માટેની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને કેટલાક લોકોએ તંત્ર ડિમોલિશન કરે ત્યારે પહેલા જાતે પોતાના દબાણો દૂર કર્યા છે.
દાદાનું બુલડોઝર સમગ્ર ગુજરાતની અંદર ગેરકાયદે દબાણો ઉપર ફરી રહ્યું છે અને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી તાલુકામાં જુદી જુદી જગ્યા ઉપર વર્ષોથી રોડ સાઇડમાં ખડકાયેલ સરકારી જમીન ઉપરના દબાણોને તોડી પાડવામાં આવી રહ્યા છે મોરબીમાં થોડા સમય પહેલા ધરમપુર રોડ ઉપર રોડની સાઈડમાં ગેરકાયદેસર બંધવામાં આવેલ 25 જેટલા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા ત્યારબાદ જિલ્લા પંચાયત હસ્તકના જે રોડ રસ્તા છે તે રોડ રસ્તાની બાજુમાં ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને તોડવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેના ભાગરૂપે મોરબીના જુના ઘૂટું રોડ ઉપર 70 જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી છે
આવી જ રીતે મોરબીના લખધીરપુર રોડ ઉપર 112 જેટલા દબાણોને દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી હતી જેમાં આ રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્સ પાસે થયેલા દબાણોને દૂર કરવા માટે સીધી કોમ્પ્લેક્ષને જ નોટિસ આપવામાં આવી હતી આમ મોરબીના લખધીરપુર રોડ ઉપર જિલ્લા પંચાયત બાંધકામ શાખાના અધિકારી અને તેમની ટીમ બુલડોઝર સાથે પહોંચી હતી અને ત્યાં બાંધવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે તેને સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને લખધીરપુર રોડ ઉપરથી 150 કરતાં વધુ ગેરકાયદે દબાણોને તોડી પાડવામાં આવ્યા છે
આવી જ રીતે આગામી સમયમાં મોરબીના જુના ઘૂટું રોડ ઉપર તથા સનાળા ગામથી ઘુનડા રોડ તરફ જવાનો બાયપાસ રોડે કરવામાં આવેલા દબાણને પણ તોડી પાડવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે આવી જ રીતે લીલાપર રોડ ઉપર પણ ગેરકાયદેસર દબાણને તોડવા માટે સર્વેની કામગીરી હાલમાં ચાલી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈપણ જાતની શરમ રાખ્યા વગર સરકારી બુલડોઝર ગેરકાયદેસર દબાણો તોડી રહ્યું છે ત્યારે કેટલાક દબાણકારોએ પોતે પોતાની જાતે પોતાના દબાણો દૂર કરવા માટેની કામગીરી શરૂ કરી દીધેલ છે.
વધુમાં માહિતી આપતા જિલ્લા પંચાયત બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર દિવ્યેશભાઇ આર. બાવરવાએ જણાવ્યુ હતું કે, હાલમાં લખધીરપુર રોડ 7 મીટર પહોળો છે જેને 12 મીટર પહોળો કરવામાં અને મોરબીની લખધીરપુર ચોકડીથી કાલિકનગર બાજુ થઈને સીધા જ હળવદ તરફ ટ્રાફિક જઇ શકે તેવો આ રસ્તો બનશે તેના માટેનું કામ કોન્ટ્રાકટરને આપી દેવામાં આવ્યું છે અને કુલ મળીને 35 કરોડના ખર્ચે આ રોડને મઢવામાં આવશે જેમાં 4 કિલો મીટર સીસી રોડ તેમજ 3 કિલો મીટર ડામર રોડ બનાવવાનો છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)