ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચકચારી અપહરણ કરી બળાત્કાર કરવાના ગુન્હામાં આરોપીને નિદોર્ષ જાહેર કરતી મોરબી સેશન્સ કોર્ટ


SHARE













વાંકાનેરમાં ચકચારી અપહરણ કરી બળાત્કાર કરવાના ગુન્હામાં આરોપીને નિદોર્ષ જાહેર કરતી મોરબી સેશન્સ કોર્ટ

વાંકાનેરમાં ચકચારી અપહરણ કરી બળાત્કાર કરવાના ગુન્હામાં આરોપીને નિદોર્ષ જાહેર  કરવાનો મોરબી સેશન્સ કોર્ટએ હુકમ કરેલ છે.તા.૨૭-૪-૧૮ ના રોજ બપોરના આશરે બે વાગ્યે અગાભી પીપળીયા ગામે આ કામના આરોપી ગૌતમ ઉર્ફે ગોવલો મુળજીભાઈ ચૌહાણ ફરીયાાદીના ઘરની બહાર આવેલ અને ફરીયાદી બહેનને પોતાના મોટર સાયકલમાં બેસવા કહેવા પરંતુ ફરીયાદી બહેને મોટર સાયકલમાં બેસવાની ના પાડતા આ કામના આરોપીએ ફરીયાદી બહેનને કહેલ કે જો તુ મોટર સાયકલમાં નહિ બેસે તો તારા ભાઈને મારી નાખીશ જેથી ફરીયાદી બહેન આરોપીના મોટર સાયકલમાં બેસી ગયેલ અને આ કામના આરોપીએ ફરીયાદી બહેનનું અપહરણ કરી મોરબી કામધેનુ રીસોર્ટ પાસે લઈ ગયેલ અને અવાવરૂ જગ્યામાં ફરીયાદી બહેન પાસે શરીર સુખ માણવાની માંગણીની ધરપકડ કરેલ હતી. કરતા ફરીયાદીએ ના પાડતા ફરીયાદીના ભાઈને મારી નાખવાની ધમકી આપેલ અને આરોપીએ ફરીયાદી બહેનની મરજી વિરુધ્ધ ફરીયાદી સાથે શરીર સબંધ બાંધી જાતીય હુમલો કરી ફરીયાદી બહેનને વાંકાનેર ખાતે મુકી ગયેલ અને આ વાત કોઈને કહેશે તો ફરીયાદી બહેનના ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કરતા આ કામના ફરીયાદીએ કાયદેસર થવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ. આરોપી વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજી.નં.૩૪/૨૦૧૮ થી ઉપરોકત મુજબનો ગુનો દાખલ થયેલ.સદર ફરીયાદના અનુસંધાને તપાસ એજન્સીએ જરૂરી અને યોગ્ય તપાસ કરી, આરોપી વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૫, ૩૭૬(૨) તથા ૫૦૬ (૨) મુજબનો ગુનો નોધી આરોપી ગૌતમ ઉર્ફે ગોવલો મુળજીભાઈ ચૌહાણની ધરપકડ કરેલ હતી.

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગ બનનારના માતા પિતા, તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરઓ, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વિગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. આરોપી તદન નીર્દોષ છે. જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ. કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ. જેથી શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફરીયાદપક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નીષ્ફળ રહેલ છે. આ કેસ મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટેમાં ચાલી જતા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા અને અશોક.જે.ખુમાણ રોકાયેલ હતા. જેમા આરોપીઓના વકીલે કોર્ટેમાં વિવિધ ચુકાદાઓ રજુ કરેલ અને દલીલ કરેલ. જે દલીલોને ધ્યાને લઈ આરોપીઓને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.આ કામમાં આરોપી તરફે મોરબી પ્રખ્યાત એડવોકેટશ્રી જીતેન. ડી અગેચાણીયા, અશોક.જે.ખુમાણ દિલીપભાઈ અગેચાણીયા, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News