મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ  ઓફ મોરબી સીટી દ્વારા ગોકુળનગર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી


SHARE









લાયન્સ ક્લબ  ઓફ મોરબી સીટી દ્વારા ગોકુળનગર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

 લાયન્સનગર પ્રાથમિક શાળામાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાના હસ્તે સવારે ૮/૩૦ વાગ્યે સૂર્યદેવના સુપ્રભાત કિરણોમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. આ ધ્વજવંદન કાર્યક્રમમાં  પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, મહાદેવભાઈ ચિખલીયા, પરસોત્તમભાઈ કાલરીયા, પ્રાણજીવનભાઈ રંગપડિયા, ગૌતમભાઈ કાલરીયા તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ સાણંદિયા અને તેમનો સમગ્ર સ્ટાફ ધોરણ ૧ થી ૮ ના તમામ વિધાર્થી ભાઈ બહેનો અને તેમના વાલીઓ ની પ્રેરક હાજરી હતી.આ કાર્યક્રમમાં પૂર્વ વિધાર્થીઓ તેમજ પુર્વ કાઉન્સિલર પરમારભાઈ અને સામાજિક અને શૈક્ષણિક આગેવાનોની પણ આ રાષ્ટ્રીય પર્વમાં સુચક હાજરી આપી હતી.

ધ્વજવંદન બાદ શાળાના તમામ વિધાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય ભાવ ઉજાગર કરતા નારા લગાવ્યા અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.જેમાં દેશભક્તિ' પર્યાવરણ અને નારીશક્તિની થીમ પરના કાર્યક્રમો રજૂ કર્યા વ્યસનમુક્તિ ઝુંબેશ વિશે શાળાના બાળકો દ્વારા લઘુનાટિકા પહેરવેશ અને એક્શન સાથે આબેહુબ રજૂ કરવામાં આવ્યા હતાં.લાયન્સનગર પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનારા વિધાર્થીઓને ખજાનચી મણિલાલ કાવર તરફથી ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.દરેક વિદ્યાર્થીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નાસ્તો આપવામાં આવ્યો હતો.રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતું વક્તવ્ય સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાએ આપ્યું અને શાળાના આચાર્ય સાણંદિયાભાઈએ શાળાના બાળકોના શિક્ષણ તેમજ  તંદુરસ્તી અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રવચન આપ્યું અને તમામ વાલીઓને ટકોર કરી કે તમારા બાળકને ભણાવશો તો તેઓનુ ભવિષ્ય સારૂ બનશે 




Latest News