મોરબીની ૭૫ શાળાઓને નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવશે
ટંકારાના જુદાજુદા પ્રોહીબીશનના ગુન્હામાં ત્રણ માસથી ફરાર આરોપી ઝડપાયો
SHARE









ટંકારાના જુદાજુદા પ્રોહીબીશનના ગુન્હામાં ત્રણ માસથી ફરાર આરોપી ઝડપાયો
ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબીથી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટિમ પકડી પડેલ છે અને આરોપીને હાલમાં ટંકારા પોલીસને હવાલે કરવામાં આવેલ છે
મોરબી પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને ખાનગીરાહે હકીકત મળેલ કે, ટંકારા તાલુકાનાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતો ફરતો આરોપી સુનીલ કીશનભાઇ દેવીપુજક રહે. રાજકોટ વાળો મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ છે જેથી પોલીસે નવા બસ સ્ટેન્ડ ખાતે તપાસ કરતા આરોપી સુનીલભાઇ કિશનભાઇ સોલંકી જાતે દેવીપુજક (ઉ.૨૫) રહે. રાજકોટ યુનારાવાડ શેરી નં -૦૧ નદીના કાંઠે, રાજકોટ વાળાની ધરપકડ કરી હતો અને હાલમાં આરોપીને ટંકારા પોલીસને હવાલે કરવામાં આવેલ છે
