અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિવિધ વિષયો પર સ્પર્ધા યોજાઇ
મોરબીની ૭૫ શાળાઓને નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવશે
SHARE









મોરબીની ૭૫ શાળાઓને નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવશે
નર્મદા બાલઘર સેવાકીય સંસ્થા છે કે જે છેલ્લા ૨૨ વર્ષથી બાળકોના સર્વાંગી વિકાસ અર્થે કાર્યરત છે. હાલ છેલ્લા ૬ વર્ષથી સાયન્સ અને ટેક્નોલોજીનું શિક્ષણ આપી રહ્યા છે. જેમાં ૮૫૦ શાળાઓને સાયન્સની કીટ તથા ૧૧૦૦ શિક્ષકોને ટ્રેનીંગ આપેલ છે. જે એક્સપ્રિન્ટલ એજ્યુકેશન દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટ કરીને ઇન્ટરપ્રેન્યોરશીપ બાળકો કેળવે તે માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે. મોરબીની ૨૫ શાળાઓને બે મહિના પહેલા નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવેલ હતા અને અન્ય ૭૫ શાળાઓને થ્રીડી પ્રિન્ટ, ડ્રોન વિગેરે ટેક્નોલોજી તદન ફ્રી આપવાનું આયોજન કર્યું છે તો જે શાળા સંચાલક મિત્રો તેમની શાળામાં થ્રીડી પ્રિન્ટર મેળવવા ઇચ્છતા હોય, તેમણે ૯૪૨૬૩ ૨૩૬૨૨ મોબાઈલ નંબર ઉપર તથા નર્મદા બાલઘર, નાગનાથ શેરી, દરબારગઢની પાસે, સોની બજાર ખાતે સંપર્ક કરવા જણાવ્યુ છે
