મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી નજીક બાઇક સ્લીપ થતા ગુપ્ત ભાગે ઈજા પામેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE





મોરબીના ટીંબડી નજીક બાઇક સ્લીપ થતા ગુપ્ત ભાગે ઈજા પામેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબી નજીકના લાલપર ગામ પાસે શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાં આવેલ સીરામીક સીટી ખાતે રહેતો યુવાન પોતાનું બાઈક લઈને ટીંબડી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે તેનું બાઈક સ્લીપ થયું હતું તે બનાવમાં યુવાને ગુપ્ત ભાગે તથા શરીરે નાના મોટી ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યુ છે જે બનાવ સંદર્ભે મૃતક યુવાનની પત્નીની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ હરિયાણાના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના લાલપર ગામ પાસે શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાં આવેલ સીરામીક સીટી ખાતે રહેતા યોગેશભાઈ બરંજભાઈ શર્મા (32) નામનો યુવાન ગત તા. 15/1 ના રોજ રાત્રે 11:30 વાગ્યાના અરસામાં બાઈક નંબર જીજે 36 કે 3223 લઈને તેની ઓફિસેથી ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસેથી પીપળી ગામ તરફ જવાના સિમેન્ટ રોડ ઉપરથી તે યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે તેનુ બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તેમાં યોગેશ શર્માને ગુપ્ત ભાગે ગંભીર રીતે ઈજા થઈ હતી તેમજ શરીરે નાના મોટી ઈજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું ગઈકાલે તા 29/1 ના રોજ મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યોગેશ શર્માના પત્ની ગુરુદર્શનકોર યોગેશભાઈ શર્મા (32) રહે હાલ સીરેમિક સીટી મોરબી વાળા ની ફરિયાદ લઈને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાન સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
એક બોટલ દારૂ સાથે ઝડપાયો
વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કુલ પાછળ દિવાલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 658 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી નટવરભાઈ મનસુખભાઈ સીતાપરા (35) રહે ગોકુળનગર વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News