મોરબી : ચક્કર આવ્યા બાદ સારવારમાં ખસેડાયેલા સગર્ભા મહિલાનું મોત મોરબીના વાંકડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત હળવદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા આગેવાનો ભાજપ તરફથી ધાકધમકી !: પોલીસ રક્ષણની કરી માંગ મોરબીથી માળીયા શિકાર કરવા જતાં યુવાનનું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ગોળી વાગવાથી મોત વાયરલ વિડિયોનો રેલો !: મોરબીના બેલા-પંચાસર ગામે દેશીના ધંધાર્થીઓ ઉપર ધોંસ વાંકાનેરના રાતાવીરડા પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં કથા સાંભળવા ગયેલા યુવાનનું કોઈ કારણોસર મોત મોરબીમાં ઘરમાંથી બીયરના 36 ટીન સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મંજુરી વિના રોડ ખોદીને નુકશાન કરવા બદલ ગેસ-વીજ કંપનીને 85.86 લાખનો દંડ ભરવા ફટકારી નોટીસ


SHARE













મોરબીમાં મંજુરી વિના રોડ ખોદીને નુકશાન કરવા બદલ ગેસ-વીજ કંપનીને 85.86 લાખનો દંડ ભરવા ફટકારી નોટીસ

મોરબીમાં ગુજરાત ગેસ કંપની અને વીજ કંપની દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર જિલ્લા પંચાયત હસ્તકના રોડને ગેસ અને વીજ લાઈન પથારવા માટે તોડવામાં આવી હતી જેથી કરીને રોડને નુકશાન થયું હતું માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા ગુજરાત ગેસ અને પીજીવીસીએલને કુલ મળીને 85.86 લાખ રૂપિયા ભરવા માટેની નોટીસ આપવામાં આવી છે.

મોરબી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા ગુજરાત ગેસ કંપનીને દંડ ભરવા માટે પહેલા તા. 29/10 ના રોજ નોટિસ આપવામાં આવી હતી કેમ કે, રવાપર-લીલાપર રોડ જોઈનીંગ રવાપર ઘુનડા રોડ (એસ.પી.રોડ) 3.60 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જેના બંને બાજુ ડોમેસ્ટિક ગેસ લાઈન નાખવામાં આવી છે અને તેના માટે ખોદકામ કરીને રોડને નુકશાન કર્યું છે અને કોઈપણ પ્રકારની રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી નથી જેથી રોડના રીસ્ટોરેશન કામ માટે રોડને થયેલ નુકશાન માટેનો ખર્ચ આશરે 76,36,200 થાય તેમ છે જેથી આ દંડની રકમ માર્ગ અને મકાન જીલ્લા પંચાયત વિભાગમાં ડીપોઝીટ પેટે જમા કરાવવા બીજ વખત નોટિસ આપીને જાણ કરવામાં આવી છે અને હવે દંડની રકમ ભરવા માટે 7 દિવસની મુદત આપવામાં આવેલ છે.

આવી જ રીતે પીજીવીસીએલ કાર્યપાલક ઈજનેરને જિલ્લા પંચાયત બાંધકામ વિભાગમાંથી નોટિસ આપવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, નેશનલ હાઈવેથી ગાળા ગામ સુધી મંજુરી વગર અન્ડર ગ્રાઉન્ડ વીજ કેબલ પાથરવા માટે સાઈડ ફોલ્ડરથી દુર નાખવા માટે જાણ કરવામાં આવી હતી તેમજ વીજ કેબલના કારણે કોઈ અકસ્માત ન થાય તેમજ રસ્તાને ભવિષ્ય આ રસ્તો પહોળો કરવાની પ્રક્રિયામાં નડતરરૂપ ન થાય તે રીતે વીજ કેબલ દુર નાખવા જણાવ્યું હતું જો કે, અન્ડર ગ્રાઉન્ડ કેબલની બાજુમાં વર્તુળ હસ્તકની કચેરી દ્વારા કોઈપણ મંજુરી વગર લોખંડના વીજપોલ ઉભા કરાયા છે. અને રોડને નુકશાની થયેલ છે જેથી 9.50 લાખ દંડ ભરવા માટે નોટિસ આપવામાં આવેલ છે અને ભવિષ્યમાં માર્ગ અને મકાન વિભાગની કચેરી હસ્તકના રસ્તાઓમાં વગર મંજુરીએ વીજપોલ ન નાખવા જાણ કરવામાં આવેલ છે.








Latest News