ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા મોરબીના ઇન્દીરાનગર, ગોકુલનગર અને ગાંધી સોસાયટી વિસ્તારમાં દારૂની રેડ ૯૩ બોટલ મળી, કાર્યવાહી શરૂ
Breaking news
Morbi Today

હળવદ પાલિકામાં 10-વાંકાનેર પાલિકામાં 3 ફોર્મ ભરાયા, ચૂંટણી લડવા આપ-બસપામાં ભારે ઉત્સાહ: કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ


SHARE











હળવદ પાલિકામાં 10-વાંકાનેર પાલિકામાં 3 ફોર્મ ભરાયા, ચૂંટણી લડવા આપ-બસપામાં ભારે ઉત્સાહ: કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

મોરબી જિલ્લામાં બે નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેમાં હળવદ અને વાંકાનેર નગરપાલિકાનો સમાવેશ થાય છે અને આ બંને નગરપાલિકાની કુલ મળીને 56 બેઠકો માટે ચૂંટણી થવાની છે ત્યારે તા 1 ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યાં સુધી હજી ભાજપ કે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે તેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી પરંતુ આજ દિવસ સુધીમાં હળવદ નગરપાલિકામાં જુદા જુદા વોર્ડમાં કુલ મળીને 10 અને વાંકાનેર નગરપાલિકામાં માત્ર ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા છે અને શનિવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય બંને નગરપાલિકામાં રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો સહિતના ઉમેદવારો એક સાથે ફોર્મ ભરવા માટે ઉમટી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવતી હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને આ બંને નગરપાલિકામાં કુલ સાત સાત વોર્ડ છે અને તેની કુલ મળીને 56 જેટલી બેઠકો માટે થઈને ચૂંટણી યોજવાની છે ત્યારે શુક્રવારે સાંજ સુધી બંને રાષ્ટ્રીય પક્ષ દ્વારા સત્તાવાર રીતે તેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી અને ભાજપ તથા કોંગ્રેસના આગેવાનો સાથે ફોન ઉપર સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં નહીં આવે આવતીકાલે ઉમેદવારો સીધા જ ફોર્મ ભરવા માટે જશે અને ફોર્મ જેને ભરવાના છે તેને સૂચના આપી દેવામાં આવેલ છે

સામાન્ય રીતે ચૂંટણીમાં ભાજપ દ્વારા તેના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવતા હોય છે પરંતુ આ વખતે મોરબી જિલ્લામાં હળવદ અને વાંકાનેર નગરપાલિકા માટે ભાજપ દ્વારા તેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ તેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી જોકે ચૂંટણી વિભાગમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે બંને નગરપાલિકાની જે ચૂંટણી જાહેર કરવામાં આવી છે તેમાં આજ દિવસ સુધી જે લોકો પોતાના ઉમેદવારી પત્ર ભરવા માટે થઈને ફોર્મ લઈ ગયેલા છે તેમાંથી હળવદ નગરપાલિકા માટે 10 અને વાંકાનેર નગરપાલિકા માટે ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા છે અને શનિવારે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય છે ત્યારે આ બંને નગરપાલિકા માટે થઈને ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે મેળો ભરાઈ તેવી શક્યતા છે.

હાલમાં અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ નગરપાલિકા માટે ગુરુવારે બે ઉમેદવારી પત્રો આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભર્યા હતા જેમાં વોર્ડ નં-3 માટે ધવલ ગણેશભાઈ સોલંકી તથા વોર્ડ નં-2 માટે હર્ષ પ્રતિકભાઇ પંચોલીનો સમાવેશ થાય છે. ત્યાર બાદ શુક્રવારે વધુ આઠ ઉમેદવારી પત્રો ભરાયા છે જેમાં બસપામાંથી વોર્ડ નં-3 માં જહાભાઈ કરસનભાઈ પરમાર, વોર્ડ નં-6 માં સુમનબેન ઉકાભાઇ સોલંકી અને વોર્ડ નં-7 માં પ્રકાશભાઈ પરસોત્તમભાઈ પુરાણી જયારે વોર્ડ નં-1 માં હેમાંગ દક્ષેશભાઈ દક્ષિણી, વોર્ડ નં- માં પારસ રજનીભાઈ મહેતા,  વોર્ડ નં-5 માં રોશનીબેન હિતેશભાઈ વરમોરા, વોર્ડ નં-6 માં હરગોવિંદભાઈ અમરશીભાઈ મોરડીયા,  વોર્ડ નં-7 માં શાંતિભાઈ મનજીભાઈ સોલંકીએ આમ આદમી પાર્ટી તરફથી પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. આવી જ રીતે વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં-4 માં કોંગ્રેસ પક્ષના ત્રણ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે જેમાં ઝાલા એકતાબેન હસમુખભાઈ, રાઠોડ મોહમ્મદભાઈ રહેમાનભાઈ અને અશરફ અનવરભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે






Latest News