મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કોલેજમાં INDIAN AIR FORCE દ્વારા મોટિવેશનલ સેમિનાર-એગ્ઝિબિશન યોજાયું


SHARE











મોરબી નવયુગ કોલેજમાં INDIAN AIR FORCE દ્વારા મોટિવેશનલ સેમિનાર-એગ્ઝિબિશન યોજાયું

ભારતમાં INDIAN AIR FORCE, INDIAN NAVY, INDIAN ARMY એ ભારતીય સેનાના મુખ્ય અંગ  છે. જે ભારતને ચારે બાજુથી  સુરક્ષા આપે છે. ભારતીય સેનામાં ગુજરાતીઓનું પ્રમાણ ઓછું છે અને એમાં પણ વાયુસેનામાં ગુજરાતીઓ ઘણા ઓછા છે. ગુજરાત એક સરહદી રાજ્ય હોય સીમા સુરક્ષા અતિ અગત્યની બાબત છે. આથી ગુજરાતના યુવાનો INDIAN AIR FORCE થી માહિતગાર થાય,  જોડાય અને પોતાની કારકિર્દી બનાવે તે હેતુથી એક સુંદર  કાર્યક્રમનું આયોજન મોરબીની નવયુગ કોલેજમાં કરવામાં આવ્યું હતું. ભારતીય INDIAN AIR FORCE દિલ્લી તથા જામનગર બેઝ કેમ્પના સહયોગથી સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિંગ કમાન્ડર દિપક ગર્ગ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી તથા ઇંડિયન એર ફોર્સમાં  કેવી રીતે જોડાવું? કેટલો  અભ્યાસ જરૂરી છે ?  ફિઝિકલ ફિટનેશ, જોડાવા માટેની વિવિધ પરીક્ષાઓ, મળતી સવલતો જેવી બાબતોથી માહિતગાર કર્યા હતા આ સાથે વિંગ કમાન્ડર એન.સી. રામ, વિંગ કમાન્ડર દિપક ગર્ગ, ફ્લાઇટ લેફટનન્ટ ગજેન્દ્રસિંહ, ફ્લાઇટ લેફટનન્ટ અર્પણા કન્વર જોડાયા હતા. સાથે IPEV ( ઇન્ડકશન પબ્લિસિટી એગ્ઝિબિશન વ્હેકલ), મોબાઇલ એગ્ઝિબિશન બસ દ્વારા લેટેસ્ટ એરક્રાફ્ટ મોડેલ, ફાઇટ સિમ્યુલેટર, G-suits, કેરિયર માર્ગદર્શન, તેમજ INDIAN AIR FORCE ના ફાઇટર કોકપીઠ નો અનુભવ વિદ્યાર્થીઓને કરાવેલ હતો. આ કાર્યક્રમ નવયુગ કોલેજમાં કરવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ ભારતીય વાયુ સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News