મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં માટેલ ગામેથી દારૂની પાંચ બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE







વાંકાનેર તાલુકાનાં માટેલ ગામેથી દારૂની પાંચ બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ

વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે બાપાસીતારામની મઢુલી પાસે બાવળની કાંઠમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2,793 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી એક શખ્સની ધરપકડ કરી હતી અને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય બંને શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ ગામે બાપાસીતારામની મઢુલી પાસે બાવળીની જાળીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની પાંચ બોટલો મળી આવતા 2,793 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મહેશ ટીડાભાઇ ધીણોજા (29) રહે. સહકારી મંડળીની સામે માટેલ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂની આ બોટલો અજય રૂડાભાઈ જેતપરા રહે. માથક તાલુકો હળવદ વાળા પાસેથી વેચાણ કરવા માટે લીધી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે હાલમાં બંને શખ્સની સામે ગુનો નોંધીને દારૂ આપનાર શખ્સને પકડવા માટે તજવી શરૂ કરી છે

વરલી જુગાર

માળીયા મીયાણાના ખોડવાસમાં શેરીના નાકા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અયુબભાઈ ઉમરભાઈ સામતાણી (32) રહે. કોળીવાસ માળીયા વાળો મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 520 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.






Latest News