મોરબીના ગાળા ગામની સીમમાંથી જામગરી બંદૂક સાથે માળીયાના શખ્સની ધરપકડ
SHARE
મોરબીના ગાળા ગામની સીમમાંથી જામગરી બંદૂક સાથે માળીયાના શખ્સની ધરપકડ
મોરબીના ગાળા ગામની સીમમાં પાવળીયારી રોડ ઉપર પુલ પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી જેથી પોલીસે 2,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના ગાળા ગામથી પાવળીયારી તરફ જવાના રસ્તા ઉપર આવેલા પુલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની જામગરી એક બંદૂક મળી આવતા 2000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી સિકંદર ઉર્ફે સિકલો કાસમભાઈ સંધવાણી (42) રહે. માલાની શેરી સંધવાણી વાસ માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે કયાંથી લઈને આવેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
અડધી બોટલ દારૂ સાથે પકડાયો
હળવદમાંથી પસાર થઈ રહેલ ગાડીને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવીને પોલીસ કમ્પાઉન્ડમાં એસન્ટ ગાડી નંબર જીજે 3 કેસી 7448 ને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની અડધી બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા ગાડી મળીને બે લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અભયરાજસિંહ હનુભા ચુડાસમા (30) રહે. બાબરીયા કોલોની શેરી નં-4 રાજકોટ વાળાની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે