મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં મંદિર બનાવતી મહિલાને દંપતીએ માર માર્યો મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: નીચી માંડલ પાસે કારખાનાની કોલોનીમાં ઉપરથી  સમાન સાથે નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત વાંકાનેર નજીક કારખાનામાં શોર્ટ લગતા યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં બીમારી સબબ બેભાન થઈ ગયેલ તરુણનું મોત મોરબીમાં 10,224 બોટલ દારૂ-બિયરનું કટિંગ થાય તે પહેલા જ એલસીબી ત્રાટકી, 81.11 લાખનો મુદ્દામાલ કબજે, માલ મોકલાવનાર- મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે ઝેરી દવા પી ગયેલ યુવાન મોરબી સારવારમાં


SHARE







વાંકાનેરની ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે ઝેરી દવા પી ગયેલ યુવાન મોરબી સારવારમાં

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે યુવાન ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યારબાદ આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં બનાવની જાણ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સરતનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો પ્રિન્સ તિલકધારી સિંગ (23) નામનો યુવાન ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવેલ છે અને યુવાને કયા કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

બાઇક સ્લીપ

માળીયા મીયાણા તાલુકાના જાજસર ગામે રહેતો મુન્નાભાઈ લાખાભાઈ પાટડીયા (35) નામનો યુવાન ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેમાં ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના ઢુવા નજીક આવેલ સોનેટ સિરામિક નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો ત્યારે પ્યારેમોહન કરસનસિંઘ યાદવ (46) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News