મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ડેમ, બંદર સહિતના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ


SHARE













મોરબી જિલ્લામાં ડેમ, બંદર સહિતના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લાના ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઈલ, પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવવાની મનાઈ ફરમાવતું જાહેરનામું મોરબી જિલ્લાના મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારો પૈકી નવલખી પોર્ટ, મચ્છુ ડેમ- ૧ અને ૨, નવલખી દરિયાઈ વિસ્તારના આઈલેન્ડના ૨ કિ.મી.ના વિસ્તારમાં, મોરબી સબ જેલની ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા.લી.કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુંતાસીથી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન, ડિસ્ટ્રીકટ કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, નગર દરવાજા માર્કેટ- મોરબી, બસ સ્ટેશન- મોરબી, રેલ્વે સ્ટેશન- મોરબી, સિવિલ હોસ્પિટલ, નવલખી અને જુના અંજીયાસર ફીસીંગ પોઈન્ટ, જિલ્લામાં આવેલ તમામ વીજ સબ સ્ટેશનો, ડેમી ડેમ- ૧ અને ૨, બ્રાહ્મણી ડેમ- ૧ અને ૨, બંગાવડી ડેમના ૧૦૦ મીટરના વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર ૫૦ મીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ ૩૧/૦૩/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારી કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.






Latest News