મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા નવ શખ્સ પકડાયા વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાની 28 પૈકીની 7 બેઠકો ભાજપ માટે બિનહરીફ, કુલ 53 ઉમેદવારી પત્ર ભરાયા: હળવદ પાલિકાની 28 બેઠક માટે 75 ફોર્મ ભરાયા


SHARE













સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટો અપસેટ, વાંકાનેર પાલિકાની 7 બેઠકો ભાજપ માટે બિનહરીફ: હળવદ અને વાંકાનેર પાલિકામાં કુલ 128 ઉમેદવારી પત્ર ભરાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે મોરબી જિલ્લામાં હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે જેના માટે ઉમેદવારોએ આજે છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા જેમાં મોટો અપસેટ વાંકાનેરમાં જોવા મળ્યો હતો જેની કુલ 28 બેઠકોમાંથી ભાજપ માટે સાત બેઠકના ઉમેદવારો બિનહરીફ થઈ જશે અને હળવદ તથા વાંકાનેર નગરપાલિકામાં કુલ મળીને 128 જેટલા આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભરવા આવ્યા છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી જાહેર થયેલ છે જેમાં આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 1અને 5  માં મોટો અપસેટ જોવા મળ્યો છે જ્યાં વોર્ડ નંબર 1 માં ભાજપના ચાર ઉમેદવારો દ્વારા તેમના ઉમેદવારી પત્રો ભર્યા છે જ્યારે વોર્ડ નંબર 5 ની 4 બેઠક માટે માત્ર પાંચ ફોર્મ ભરાયેલ છે જેમા ચાર ભાજપના છે જેથી તે વોર્ડની ચાર પૈકીની ત્રણ બેઠક ભાજપ માટે બિન હરીફ થઇ ગયેલ છે જોકે વાંકાનેર નગરપાલિકામાં કુલ મળીને સાત વોર્ડ આવે છે જેમાં કુલ મળીને 53 આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા છે જો વોર્ડ વાઈઝ આંકડાની વાત કરીએ તો વોર્ડ નંબર 1માં 4, વોર્ડ નંબર 2 માં 10, વોર્ડ નંબર 3માં 8, વોર્ડ નંબર 4માં 10, વોર્ડ નંબર 5 માં 5 વોર્ડ નંબર 6 માં 8 અને વોર્ડ નંબર 7 માં 8 ઉમેદવારી પત્રો ભરાયા છે

આવી જ રીતે હળવદ નગરપાલિકાની વાત કરીએ તો કુલ મળીને 28 બેઠકો માટે 75 જેટલા આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા છે જેમાં વોર્ડ નંબર 1 માં 9, વોર્ડ નંબર 2 માં 10, વોર્ડ નંબર 3 માં 12, વોર્ડ નંબર 4 માં 9, વોર્ડ નંબર 5 માં 10, વોર્ડ નંબર 6 માં 13 અને વોર્ડ નંબર 7 માં 12 આગેવાનોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે અને વધુમાં મળતી માહિતી મુજબ આ ચૂંટણીના જંગમાં ભાજપ, કોંગ્રેસ, બસપા તથા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે અને હવે ફોર્મની ચકાસણી બાદ ફોર્મ પરત ખેંચવા માટેનો એક દિવસનો સમય મળશે અને ત્યાર પછી ચૂંટણીના જંગ નું ચિત્ર સ્પષ્ટ થઈ જશે








Latest News