મોરબી જિલ્લામાં ડેમ, બંદર સહિતના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
મોરબી જિલ્લામાં આવતા-કામ કરતા મજૂરોની વિગતો પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ
SHARE
મોરબી જિલ્લામાં આવતા-કામ કરતા મજૂરોની વિગતો પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી જિલ્લામાં કાર્યરત તમામ કારખાનેદારો, મકાન બાંધકામ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતીકામ તથા ફેકટરીઓમાં, વેપાર-ધંધામાં મજૂર, શ્રમિક કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અંગે જાહેરનામું મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટ ટીમ કે જેઓના વર્કિંગ યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓ, કારીગરો/શ્રમિકોની માહિતી તૈયાર કરીને જે-તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં આગામી તારીખ ૧૪/૦૨/૨૦૨૫ સુધીમાં આપવાની રહેશે. આ ઉપરાંત જે-તે પોલીસ સ્ટેશન દ્વારા આ તમામ માહિતી મેળવીને તેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે અને જરૂર પડ્યે તપાસ અર્થે તે રજીસ્ટર પૂરું પાડવાનું રહેશે. અને કામે રાખેલ કર્મચારીઓના માન્ય નામ સરનામા સાથેના ઓળખકાર્ડ સહિતના પુરાવા લેવાના રહેશે
વધુમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં સલામતી અને શાંતિ જળવાઈ રહે તે માટે શ્રમિકોની સાચી અને સરળતાથી માહિતી મળી રહે તે માટે એપલ ફોન માટે http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક પર અથવા એન્ડ્રોઈડ ફોન માટે http://play.google.com./store/apps/details?id=com.morbi_eye આ લીંક પરથી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરીને કારખાનેદર અથવા ફેકટરીના માલિકોએ તેમને ત્યાં કામ કરતા જે-તે માલિકોના શ્રમિકોનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવાનું રહેશે. આ જાહેરનામું આગામી તારીખ ૩૧/૦૩/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. મોરબી જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ, સરકારી સંસ્થાઓ, સરકારી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓને આ જાહેરનામું લાગુ પડશે નહીં.