મોરબી જિલ્લામાં 28 ફેબ્રુઆરી સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ
મોરબીમાં કચરો ઉપાડવાની અને દંડ ભરવાની ના પાડતા દુકાનદારની દુકાન સિલ કરાવતા કમિશ્નર સ્વપ્નિલ ખરે
SHARE
મોરબીમાં કચરો ઉપાડવાની અને દંડ ભરવાની ના પાડતા દુકાનદારની દુકાન સિલ કરાવતા કમિશ્નર સ્વપ્નિલ ખરે
મોરબીને સ્વચ્છ બનાવવા માટે ચેકિંગ અને સફાઈ ઝૂબેશ ચાલી રહી છે તેના ભાગરૂપે રવાપર રોડે કમિશ્નર હાજર હતા ત્યારે દુકાન બહાર કચરો પડ્યો હતો જે ઉપાડવા અને દંડ ભરવાની દુકાનદારે ના પડી હતી જેથી કમિશ્નરે તે દુકાનને સિલ કરાવી દીધી છે.
મોરબીના કમિશ્નર સ્વપ્નિલ ખરેની હાજરીમાં રવાપર રોડે ચેકીંગ ચાલી રહ્યું હતું ત્યારે ખાસ કરીને દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બાબતે ચેક કરતાં હતા ત્યારે જે દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું હતું તે દુકાનદારોને દંડ કર્યો હતો અને જે દુકાનો પાસે કચરો હતો તે દુકાનના માલિકોને દંડ કર્યો હતો જો કે, રવાપર રોડે આવેલ ગો કલર્સ નામની દુકાન આવેલ છે તે દુકાનની બહાર કચરો પડ્યો હતો જેથી કરીને બે હજારનો દંડ કર્યો હતો અને તે કચરો ઉપાડી લેવા માટે કહેવામા આવ્યું હતું ત્યારે દુકાનદાર દ્વારા દંડ ભરવાની અને કચરો ઉપાડવાની ના પડી હતી જેથી કરીને કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા દુકાનને સિલ કરીને આકરી કાર્યવાહી મોરબીમાં કરવામાં આવી હતી.