મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ મી ફેબ્રુઆરીએ યોજાશે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ભરતી માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન મોરબી: મતદાન મથકની વિસ્તારના આસપાસના ૨૦૦ મીટર માટે પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ વાંકાનેર પાલિકાની 28 પૈકી 13 બેઠકમાં ઉમેદવાર બિનહરીફ વિજેતા 15 માં ચુંટણી: હળવદ પાલિકાની 28 બેઠકોમાં ચુંટણી યોજાશે મોરબી: છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ આધેડનું મોત વાંકાનેરમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ મારકૂટની પતિ સહિત ત્રણ સામે નોંધાવી ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં પિતાએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં 28 ફેબ્રુઆરી સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ


SHARE













મોરબી જિલ્લામાં 28 ફેબ્રુઆરી સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. 28/2 સુધી હથિયારબંધી ફરમાવેલ છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયારતલવારભાલાબંદુકછરીલાકડી કે લાઠીશસ્ત્રોસળગતી મશાલબીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા  ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવાએકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ ઉપરાંત મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાનીજેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા તથા તેવા ચિત્રોપ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ
મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકારશ્રી વિરુદ્ધ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. 28/2 સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.








Latest News