વાંકાનેરનાં પુલ દરવાજા પાસે એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ માટે જગ્યા ફાળવવા વિભાગીય નિયામક દ્વારા માંગ
મોરબીમાં સો-ઓરડી ખાતે મંત્રી બ્રિજેશ મેરજાએ રોડ-રસ્તાના કામનું કર્યું ખાતમૂહુર્ત
SHARE
મોરબીમાં સો-ઓરડી ખાતે મંત્રી બ્રિજેશ મેરજાએ રોડ-રસ્તાના કામનું કર્યું ખાતમૂહુર્ત
મોરબીના સો ઓરડી વિસ્તાર ખાતે તાજેતરમાં શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના વરદ્દ હસ્તે રોડ-રસ્તાના ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા હસ્તકની ગ્રાન્ટમાંથી નિર્માણ થનાર રોડ-રસ્તાના ખાતમૂહુર્ત પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અહીંની સ્થાનિક નાની બાળાઓને આગળ કરીને તેમના હસ્તે ખાતમૂહુર્ત કરાવીને બાળાઓનું સન્માન કરેલ હતું. આ ખાતમૂહુર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્થાનિક નગરપાલિકાના સદસ્ય મનુભાઇ બરાસરા, ગિરિરાજસિંહ જાડેજા, કે.કે. પરમાર તેમજ સુરેશભાઇ સિરોહીયા સહિત સ્થાનિક પદાધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.