મોરબીના લાલપર નજીક રોડ ક્રોસ કરતા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટ લેતા મોત
SHARE
મોરબીના લાલપર નજીક રોડ ક્રોસ કરતા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટ લેતા મોત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ પાસે મોડીરાત્રીના રોડ ઓળંગી રહેલા યુવાનને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધો હતો.જેમાં શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે યુવાનનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ દ્વારા અકસ્માત સર્જીને ભાગી છૂટેલા વાહન ચાલકને પકડવા માટે આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલા શ્રીજી સિરામિક પાસે તા.૧-૨ ના મોડી રાત્રીના એકથી બે વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરી રહેલા ઘરનીભાઈ ગિરધારીલાલ ધ્રુવા (ઉમર ૨૫) હાલ રહે.સોમાણી એસઆર નજીક લખધીરપુર રોડ મોરબી મૂળ ઓડીસા નામના યુવાનને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધો હતો.જેથી શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘરનીભાઈ ધ્રુવા નામના ઓડિસાના યુવાનનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.જેથી તેના ડેડબોડીને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા તેમજ રાઇટર આરીફભાઈ સુમરા દ્વારા તપાસ કરવામાં આવી હતી.વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક ધરનીભાઈ ધ્રુવા તેના કૌટુંબિક ભાઈ સુરેનભાઈ સાથે લાલપર નજીક હતો અને તેઓ કારખાનેથી છૂટીને ઘર બાજુ જતા હતા.ત્યારે રોડ ક્રોસ કરતાં સમયે અજાણ્યા વાહન ચાલકે તેને ઝપટે લીધો હતો.જેના પગલે તેનું મોત થયુ હતું.હાલ તાલુકા પોલીસ દ્વારા અકસ્માત સર્જીને ભાગી ગયેલ વાહન ચાલકને પકડવા આગળની તપાસ તજવીજ શરૂ કરાયેલ છે.
વૃદ્ધનું મોત
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરીપર (ભૂતકોટડા) ગામે રહેતા ગોવિંદભાઈ હીરાભાઈ દુબરીયા નામના ૭૦ વર્ષના વૃદ્ધને છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો.જેથી ટંકારા સિવિલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ તેઓને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજયુ હતું.બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા સ્ટાફના એમ.એચ.વાસાણી દ્વારા પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ અર્થે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા સંજયભાઈ ગોપાલભાઈ જેસર નામનો ૩૭ વર્ષનો યુવાન ટંકારા નજીકથી બાઈક લઈને જતો હતો.ત્યાં બાઇક સ્લીપ થતા સારવારમાં ખસેડાયો હતો.તે રીતે જ મોરબી ખાતે રહેતો સંજીવભાઈ મોતીભાઈ માવી નામનો ૩૧ વર્ષીય યુવાન ચમનપર ગામેથી મોરબી આવતો હતો.ત્યારે રસ્તામાં તરઘડી નજીક બાઈક સ્લીપ થતાં તેને ઈજા થતાં સારવારમાં ખસેડાયો હતો.