મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વીજ કંપનીના કર્મચારીના ઘરમાંથી રોકડ-દાગીના મળીને 50,300 ના મુદામાલની ચોરી


SHARE







































વાંકાનેરમાં વીજ કંપનીના કર્મચારીના ઘરમાંથી રોકડ-દાગીના મળીને 50,300 ના મુદામાલની ચોરી

વાંકાનેર શહેરમાં આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા યુવાનના રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 50,300 ની કિંમતનો મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા દિવ્યેશભાઈ જગદીશભાઈ જાની (36)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના ઘરની અંદર કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને ઘરના દરવાજાનું તાળું તોડીને કબાટ ખોલ્યો હતો અને સોના ચાંદીના દાગીના જેમાં સોનાની બુટ્ટી એક જોડી, સોનાનો ચેન, એક ચાંદીના વરખવાળા સોનાના પાટલા એક જોડી,  સોનાની માળા એક તથા ગલ્લા અને પર્સમાં રહેલા રોકડા 10,000 રૂપિયા અને એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 50,300 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
















Latest News