મોરબી : ચક્કર આવ્યા બાદ સારવારમાં ખસેડાયેલા સગર્ભા મહિલાનું મોત મોરબીના વાંકડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત હળવદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા આગેવાનો ભાજપ તરફથી ધાકધમકી !: પોલીસ રક્ષણની કરી માંગ મોરબીથી માળીયા શિકાર કરવા જતાં યુવાનનું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ગોળી વાગવાથી મોત વાયરલ વિડિયોનો રેલો !: મોરબીના બેલા-પંચાસર ગામે દેશીના ધંધાર્થીઓ ઉપર ધોંસ વાંકાનેરના રાતાવીરડા પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં કથા સાંભળવા ગયેલા યુવાનનું કોઈ કારણોસર મોત મોરબીમાં ઘરમાંથી બીયરના 36 ટીન સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર પાસે આવેલ સોમનાથ હોટલ બેઠેલા યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ચાર શખ્સોએ કર્યો પાઇપ-ધોકા વડે હુમલો


SHARE













વાંકાનેરના રંગપર પાસે આવેલ સોમનાથ હોટલ બેઠેલા યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ચાર શખ્સોએ કર્યો પાઇપ-ધોકા વડે હુમલો

વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલ સોમનાથ હોટલ યુવાન સહિતના બે વ્યક્તિ બેઠા હતા ત્યારે કારમાં ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને યુવાન તથા તેની સાથે બેઠેલા વ્યક્તિને ગાળો આપીને લોખંડના પાઇપ તથા ધોકા વડે હુમલો કર્યો હતો અને બંને વ્યક્તિઓને માથામાં મારમારીને ગંભીર ઈજા કરવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા અને હોટલ તથા ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ગભરૂભાઇ રતાભાઇ સામળ (38)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાદુભાઈ મેરાભાઇ લોહ, હીરાભાઈ કરણાભાઈ લોહ, પોલાભાઈ લાખાભાઈ લોહ અને રામાભાઇ ભીમસીભાઈ લોહ રહે બધા જાલીડા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ફરિયાદી તથા સાહે તેની સોમનાથ હોટલ ખાતે હાજર હતા ત્યારે ચારેય આરોપીઓ સ્વીફ્ટ ગાડી નંબર જીજે 36 એસી 5056 લઈને ત્યાં આવ્યા હતા અને આરોપીઓએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી તેમજ સાદુલભાઇએ લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાનને માથામાં મારમારીને ઇજા કરી હતી તેમજ હીરાભાઈ અને પોલાભાઈએ લાકડી વડે મારમાર્યો હતો જ્યારે રામાભાઇએ સાહેને માથાના ભાગે કપાળ ઉપર લાકડી વડે ઇજા કરી હતી તેમજ ફરિયાદી અને સાહેને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન સહિતના બંને વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News