મોરબી નજીક ડમ્પર ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત: ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં
મોરબીની દીકરીને વધુ કરિયાવર લાવવા દબાણ કરનારા અમદાવાદમાં રહેતા પતિ સહિત પાંચ સામે ફરિયાદ
SHARE
મોરબીની દીકરીને વધુ કરિયાવર લાવવા દબાણ કરનારા અમદાવાદમાં રહેતા પતિ સહિત પાંચ સામે ફરિયાદ
મોરબી નજીકના રવાપર ગામે શક્તિ ટાઉનશીપની બાજુમાં આવેલ શકુન હાઇટ્સમાં હાલમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને તેના પતિ, સાસુ, સસરા અને બે નણદો દ્વારા ઘરકામ અને કરિયાવર બાબતે દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો અને મારકૂટ કરવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલ પરણીતા દ્વારા હાલમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે હાલ મોરબીમાં રવાપર ગામ પાસે આવેલ શક્તિ ટાઉનશીપની બાજુમાં શકુંન હાઈટ્સ ખાતે માવતરના ઘરે રહેતી મૂળ અમદાવાદની રહેવાસી ખ્યાતિબેન રાકેશભાઈ જાકાસણીયા (32)એ હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ રાકેશભાઈ મગનભાઈ જાકાસણીયા, સસરા મગનભાઈ ભીમજીભાઇ, સાસુ શારદાબેન મગનભાઈ અને નણંદ આશાબેન અમિતભાઈ તથા કોમલબેન અવિનાશભાઈ રહે. બધા 21 સનસેટ બંગ્લોઝ કેમ્બેગ્રાન્ડ હોટલની સામે થલતેજ અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિ, સાસુ, સસરા અને નણંદ દ્વારા અવારનવાર નાની-નાની બાબતોમાં તેમજ ઘરકામ અને કરિયાવર બાબતે તેઓને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો અને મેણાટોણા મારવામાં આવતા હતા તથા તેના પતિ દ્વારા તેની સાથે મારકૂટ કરવામાં આવતી હતી અને વધુ કરિયાવર લાવવા માટે થઈને દબાણ કરવામાં આવતું હતું જેથી હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.