મોરબી શહેર-તાલુકામાં જુગારની બે રેડ, ચાર શખ્સ પકડાયા: લીલાપર રોડે ઘરમાં દારૂની રેડ
વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો
SHARE
વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો
વાંકાનેરના વીસીપરા ધમાલ પર જવાના રસ્તે નગરપાલિકાની સરકારી રીક્ષા લઈને યુવાન જતો હતો ત્યારે રીક્ષાના આગળના કાચમાં એક શખ્સે જોરદાર મૂકો માર્યો હતો જેથી રિક્ષામાં કોઈ તૂટફૂટ થાય તો જવાબદારી મારી હોય છે તેવું યુવાને કહ્યું હતું જેથી સામે વાળા શખ્સે યુવાન વાંકાનેર પાલિકામાં રોજમદાર તરીકે કામ કરે છે તે જાણતો હોવા છતાં પણ તેની સાથે બોલાચાલી કરી હતી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને અભદ્ર શબ્દો કહ્યા હતા તેમજ લાફો માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ આંબેડકર નગર શેરી નં-5 માં રામ મંદિરની સામેના ભાગમાં રહેતા આકાશભાઈ ગોવિંદભાઈ લઢેર (31)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મનીષભાઈ ભાટી રહે. વીસીપરા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તે પાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા હોય નગરપાલિકાની સરકારી રીક્ષા લઈને વીસીપરા ધમલપર જવાના રસ્તેથી જતા હતા ત્યારે રિક્ષાના આગળના કાચમાં સામે વાળાએ જોરદાર મુકો માર્યો હતો જેથી ફરિયાદી રિક્ષામાં કોઈ નુકશાન થાય તો જવાબદારી તેની હોય છે તેવું કહ્યું હતું જેથી ઉશ્કેરાયેલા શખ્સે ફરિયાદીના એરિયામાં આવીને “હવા કેમ કરો છો” તેવું કહીને તમારાથી કશું થાય નહીં એવું કહીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને અભદ્ર શબ્દો કહ્યા હતા તથા ફરિયાદી યુવાને લાફો માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે