મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં મંદિર બનાવતી મહિલાને દંપતીએ માર માર્યો મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: નીચી માંડલ પાસે કારખાનાની કોલોનીમાં ઉપરથી  સમાન સાથે નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત વાંકાનેર નજીક કારખાનામાં શોર્ટ લગતા યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં બીમારી સબબ બેભાન થઈ ગયેલ તરુણનું મોત મોરબીમાં 10,224 બોટલ દારૂ-બિયરનું કટિંગ થાય તે પહેલા જ એલસીબી ત્રાટકી, 81.11 લાખનો મુદ્દામાલ કબજે, માલ મોકલાવનાર- મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં બંધ થઈ ગયેલ ધંધો ફરી ચાલુ ન થતાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીમાં બંધ થઈ ગયેલ ધંધો ફરી ચાલુ ન થતાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો યુવાન અને તેના પિતા સાથે માળીયા ખાતે મીઠાનો વેપાર ધંધો કરતો હતો તે વેપાર ધંધો બંધ થઈ ગયો હતો અને જે ચાલુ કરવા માટે મહેનત કરવા છતાં પણ તેમાં સફળતા મળતી ન હતી જેથી યુવાને પોતે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તે યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં આવેલ જેઠા ગલીમાં રહેતા ઉમંગભાઇ નિરંજનભાઈ લખતરિયા (41)એ પોતે પોતાની જાતે ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન સારવારમાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મૃતકના પત્ની જલ્પાબેન ઉમંગભાઇ લખતરિયા (41) રહે. કાલીકા પ્લોટ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન તેના પિતા સાથે માળિયા ખાતે મીઠાનો વેપાર ધંધો કરતો હતો અને છેલ્લા ત્રણેક વર્ષથી તે મીઠાનો ધંધો બંધ થઈ જતા ધંધો ચાલુ કરવા માટે થઈને મૃતક યુવાન મહેનત કરતો હતો પરંતુ ધંધો ચાલુ થતો ન હતો જે બાબતે તેને મનોમન લાગી આવ્યું હતું જેથી તેણે તા. 31/1 ના રોજ સાંજના સમયે પોતે પોતાની જાતે ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું ગઈકાલે મોત નીપજયું છે આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News