વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો
વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા નવ શખ્સ પકડાયા
SHARE
વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા નવ શખ્સ પકડાયા
વાંકાનેરના નવા રાજાવડલા ગામે મફતીયાપરામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો મળી આવ્યા હતા જેથી તેની પાસેથી રોકડા રૂપીયા 41,300 કબ્જે કર્યા હતા અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
વાંકાનેરના પીઆઇ એચ.એ.જાડેજાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં દર્શીતભાઇ વ્યાસને ખાનગી હક્કિત મળેલ હતી જેના આધારે પોલીસે નવા રાજાવડલા ગામમા આવેલ મફતીયાપરામાં જુગારની રેડ કરી હતી ત્યારે લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો મળી આવ્યા હતા જેમાં રમેશભાઇ અમુભાઇ સારલા (36), વાહીદભાઇ અમીભાઇ વડાવીયા (40), રફીકભાઇ હસનભાઇ વડાવીયા (38), નઝરૂદીનભાઇ જીવાભાઇ કડીવાર (47) ફિરોજભાઇ મામદભાઇ શેરસીયા (40), રફીકભાઇ અબ્દુલભાઇ શેખ (33), અબ્દુલભાઇ વલીમામદભાઇ બાદી (42), પ્રવિણભાઇ મનસુખભાઈ કુકાવા (32) અને મહેબુબભાઇ આમદભાઇ શેરસીયા (42) નો સમાવેશ થાય છે આ શખ્સો પાસેથી પોલીસે રોકડા રૂપીયા 41,300 કબ્જે કર્યા હતા અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.