મોરબી પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા: માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ


SHARE

















હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પર આવેલ  પૌરાણિક ગૌરવપૂર્ણ આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રી કેશવેશ્વર મહાદેવ મંદિરનો  ઝીર્ણોદ્ધાર  કરી ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિર બનાવવાનું આયોજન કરેલ છે. આ નૂતન મંદિર નિર્માણનું શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત ગામમાં શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને ભૌતિક વિકાસમાં હંમેશા આર્થિક સહયોગના ભામાશા સ્વ. મોહનભાઇ દેવશીભાઇ અઘારા (સરકાર) પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને જુના દેવળીયા ગામના બહારગામ વસતા અને ગામના લોકોએ બહોળી સંખ્યામાં હાજર આપી હતી.






Latest News