મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા


SHARE













 

મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા

 

મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા છે.યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને કલાને ખીલવવા માટે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.જેમાં તારીખ ૨૨,૨૩ અને ૨૪ જાન્યુઆરીના રોજ જીલ્લા કક્ષાએ વિનય ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ બેડમિન્ટન સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોની અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ ની અલગ અલગ સ્પર્ધાઓમાં વિજેતાં બન્યા.જેમાં પહેલા સ્થાને ૬, બીજા સ્થાને ૨, ત્રીજા સ્થાને ૧, ચોથા સ્થાને ૨ અને પાંચમાં સ્થાને ૧ એમ કુલ ૧૨ વિદ્યાર્થીઓએ વિજેતા સ્થાન મેળવી જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતુ. તેમજ ખેલ મહાકુંભ સ્પર્ધામાં તા.૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ જીલ્લા કક્ષાએ યોજાયેલ કરાટે સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોની અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ની અલગ અલગ સ્પર્ધાઓમાં વિજેતાં બન્યા હતા.જેમાં પહેલા સ્થાને ૭, બીજા સ્થાને ૩, ત્રીજા સ્થાને ૧ અને ચોથા સ્થાને ૩ એમ કુલ ૧૪ વિદ્યાર્થીઓએ વિજેતા સ્થાન મેળવ્યુ હતુ.

 

તે ઉપરાંત તા.૩૦ અને ૩૧ જાન્યુઆરીના રોજ જીલ્લા કક્ષાએ વિનય ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ સ્કેટિંગ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોની અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ ની અલગ અલગ સ્પર્ધાઓમાં વિજેતાં બન્યા હતા.જેમાં પહેલા સ્થાને ૧૩, બીજા સ્થાને ૯ અને ત્રીજા સ્થાને ૫ એમ કુલ ૨૭ વિદ્યાર્થીઓએ વિજેતા સ્થાન મેળવી જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી વિનય ઇન્ટરનેશનલ સ્કુલનું નામ રોશન કર્યું છે.આગામી સમયમાં આ વિજેતાઓ રાજ્ય કક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.વિદ્યાર્થીઓએ શાળા વિનય ઇન્ટરનેશનલ સ્કુલ, માતા-પિતા તથા મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે. તે બદલ વિનય ઇન્ટરનેશનલ સ્કુલ મેનેજમેન્ટ, પ્રિન્સીપલ મેડમ, સર્વે શિક્ષકગણ તેમજ સંપુર્ણ શાળા પરીવાર તરફથી વિદ્યાર્થીઓને અભીનંદન પાઠવવામાં આવેલ છે.




Latest News