મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE













વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ પાસે સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા વૃદ્ધ લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા હતા તે સમયે ગેસ લીથતા બ્લાસ્ટ થયો હતો અને વૃદ્ધ આખા શરીરે દાજી ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક આવેલ સનરાઈઝ મલ્ટી સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા કુલદીપસિંહ બક્ષીસસિંહ (60) નામના વૃદ્ધ તા. 21/1 ના સવારના સાતેક વાગ્યાના અરસામાં લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા હતા તે સમયે ગેસ લીક થવાના કારણે બ્લાસ્ટ થયો હતો અને કુલદીપસિંહ આખા શરીરને ગંભીર રીતે દાજી ગયા હતા જેથી તેઓને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું ગત 25/1 ના રોજ રાત્રે સવા નવ વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું જેથી આ અંગેની જાણ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News