વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે ગામમાં એક-એક યુવાને કર્યો આપઘાત હળવદના ટીકર રોડ ઉપરથી કતલખાને લઈએ જવાતા 2 પાડા-1 પાડીને બચાવ્યા: એક સામે ફરિયાદ ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી હળવદમાં પાણીનો વાલ્વ બંધ કરવા માટે અને સાફ-સફાઈ બાબતે મહિલાને દંપતી આપી જાનથી મારી નાખવાની ધમકી: હવે સામસામી ફરિયાદ મોરબીમાં જિલ્લા કક્ષાની જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ૧૫મી નવેમ્બરે કરાશે મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE































વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ પાસે સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા વૃદ્ધ લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા હતા તે સમયે ગેસ લીક થતા બ્લાસ્ટ થયો હતો અને વૃદ્ધ આખા શરીરે દાજી ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક આવેલ સનરાઈઝ મલ્ટી સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા કુલદીપસિંહ બક્ષીસસિંહ (60) નામના વૃદ્ધ તા. 21/1 ના સવારના સાતેક વાગ્યાના અરસામાં લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા હતા તે સમયે ગેસ લીક થવાના કારણે બ્લાસ્ટ થયો હતો અને કુલદીપસિંહ આખા શરીરને ગંભીર રીતે દાજી ગયા હતા જેથી તેઓને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું ગત 25/1 ના રોજ રાત્રે સવા નવ વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું જેથી આ અંગેની જાણ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે












Latest News